ચંદ્રવંશી - પ્રકરણ 8 - અંક 8.1

  • 54

ધામ-ધૂમથી નીકળેલા રાજકુમારની વેલના માણસો સાથે ગામના બીજા લોકો પણ જોડાયા. તે જોય સુર્યાંશે તેમણે અટકાવ્યા અને બોલ્યો. “કોણ છો તમે અને અમારી સાથે શા માટે આવવામાંગો છો?”તેની વાત સાંભળી એક ઘોડા પર સવાર થઈને આવેલો માણસ આગળ આવ્યો અને બોલ્યો. “હું ભોલો મહારાજ.”“કોણ પેલો યુદ્ધમાંથી નાસી છૂટ્યોતો એ ભોલો?” સુર્યાંશ બોલ્યો.ભોલો માથું નીચું નમાવીને ઉભો રહ્યો. તેની સાથે આવેલા લોકોમાં વાતો ઉડવા લાગી. “એતો કહેતો ઘાયલ થયો હતો. આજે સાચી ખબર પડી કે એતો નાસી છૂટયો.” વાતો કરતા અને હસ્તા.સુર્યાંશ ફરી બોલ્યો. “હાતો તારે શું કામ છે અહીં?”“એતો મારી બા ને ખબર પડી કે આજે રાજકુમારના લગ્ન માટે જાનૈયા