ચંદ્રમંદિરના બારણાં બહાર કોઈના ચાલ્યાં આવવાનો અવાજ વિનયના કાને પવન વેગે અથડાયો. સારા-નરસા વિચાર કરતો વિનય રોમને આમ તેમ નજર ફેરવી શોધવા લાગ્યો. વાચવામાં મસગુલ બનેલો વિનય એ પણ ભૂલી ગયો કે પંડિત ભાનમાં આવી ગયો છે. તેને પંડિત સામે જોયું અને હળવી તિચ્છી નજર મંદિરના કોટ તરફ ફેરવી. કેટલાંય વર્ષો પેહલા આ મંદિરમાં શું થયું હશે. તેની ભાળ તેની નજર પારખતી હતી. સાથો સાથ કાન એક સાથે ઉછળીને પડી રહેલાં પગલાંની ઝડપને પારખી રહ્યાં હતાં. થોડા નજીક આવતાં એ અવાજનો થોડો બદલાવ તેને પારખ્યો. તેના કાને પગમાં પેહરેલા પાયલ કે ઘૂંઘરુંના અવાજને પારખ્યો.વિનયે પંડિતને કહ્યું. “તારા ઘરે જાણ કરી