ચંદ્રવંશી - પ્રકરણ 7 - અંક - 7.3

  • 128

“જાગો જાગો રાજકુમારીજી.” પારો વેહલી સવારમાં સંધ્યા પાસે આવીને બોલી. રાજકુમારી બંધ આખો રાખીને જ પારોના અવાજને ઓળખીને બોલી. “કેમ શું થયું તે આટલી વેહલી સવારમાં આવી પોહચી?”“રાજકુમારીજી આપણે જાન લયને જવાનું છે.”“જાન... કોની?” એકદમથી આંખો ખોલતી સંધ્યા બોલી.“રાજકુમારની;” બોલતા પારો અટકાણી અને કહ્યું “નય જાન તો મારા ભાઈની જશે, રાજકુમાર તો પરણી ગયા છે.”વેહલી સવારમાં હાથમાં દિવડાનો પ્રકાશ લયને ઉભેલી પારોને અચંભિત થઈને સંધ્યા જોવા લાગી. પછી એકદમથી ઉભી થઇને બોલી. “ભાઈ એ લગ્ન કરી લીધા છે?” એકદમથી ઉભી થયેલી સંધ્યાને જોઈને પારો ગભરાઈને પાછી ખસતા બોલી. “હા રાજકુમારીજી રાજકુમારે ઝંગીમલ સાથે યુદ્ધ સમયે તેના રાજ્યની એક કન્યા જેમને ત્યાં તેમને