ચંદ્રવંશી - પ્રકરણ 7 - અંક - 7.2

  • 152

વિનય મંદિરમાં પ્રવેશ કરી ચૂક્યો છે. તેના સાથે પાંડુઆનો એક વૃદ્ધપંડિત હતો. તે એક માત્ર આ મંદિર વિશે જણાવવા તૈયાર થયો હતો. બીજા લોકો પાંડુઆના જંગલમાં કોઈ મંદિર છે. એ વાત માનવા તૈયાર જ ન હતા. તેઓ હંમેશા જંગલમાં જતી અને આવતી કોલસાની ગાડીઓ જોતાં અને ચૂપ રેહતા. પંડિતજી પાસે વધુ સમય નહતો. તે વિનયને માત્ર મદિરના થોડા ઘણાં રહસ્યો જણાવીને નીકળી જવા માંગતો હતો.પંડિત મંદિરના પ્રાંગણમાં ઊભો રહીને બોલ્યો.“આ મંદિર વર્ષો પહેલાં બનાવવામાં આવ્યું હતું. તે સમયે સુર્યવંશી રાજાઓ રાજ કરતા અને તેમના સુબા તરીકે ચંદ્રવંશીરાજાઓ રેહતા. માનવામાં આવે છે કે, રાઉભાન નામના મહાન ચંદ્રવંશી સુબાએ આ સુંદર મંદિરને