ચંદ્રવંશી - પ્રકરણ 7 - અંક - 7.1

  • 120

સવારે મદનપાલ મંદિરની બહાર આવ્યો. એ સમયે સુર્યાંશ ઘોડા ઉપર સવાર તેની નજર સામે સૂર્યની જેવી રોશની પ્રગટ કરતી મશાલ હાથમાં રાખીને આગળ વધ્યો. મદનપાલ સુર્યાંશને જોઈ ખુશ થયો અને બંને પોતાની સવારી પરથી નીચે ઉતરીને ભેટી પડ્યાં.“સુર્યાંશ ક્યાં ચાલ્યો ગયો હતો?” મદનપાલ બોલ્યો.“રાજ્ય સંકટમાં છે રાજકુમાર.” હાથમાં એક નકશો લઈને મદનપાલના હાથમાં મૂક્યો.નકશો જોઈ આશ્ચર્ય પામેલ મદનપાલ બોલ્યો. “આપણી સામે આ બધા રાજ્યો છે?”“હા!” સુર્યાંશ બોલ્યો. થોડીવાર મંદિરને નિહાળ્યા બાદ ફરી બોલ્યો. “મારે મહારાજને મળવુ છે.”“મહારાજ! કેમ મહારાજને કેમ મળવું છે?” મદનપાલ બોલ્યો.“તેની ચર્ચા આપણે રસ્તામાં કરીશું.” બોલીને સુર્યાંશ ઘોડા ઉપર સવાર થયો. સુર્યાંશે મદનપાલને બધી વાત કરી. એ દિવસ