માહી તેના રૂમમાં બેઠી છે. તેની પાસે સાઇના આવી છે. માહીના ઘરે અલગ સન્નાટો છે. સાઇના જીદની સાથે કમ્પ્યુટર પર કામ કરતી હતી. એ વાત માહીને ખબર હતી. જીદે માહીને સાઇના અને નયનની વાત પણ કરી હતી. સાઇનાના હાથમાં એક ટપાલ હતી. માહી હવે વાતને આગળ વધારતા બોલી. “હાતો સાઇના તારો કેહવાનો મતલબ છે કે, તારા પ્રેમી નયનને સ્નેહા કેશની જાણ હતી. જેથી, તેને તને મૂકીને ગુજરાત જવું પડ્યું?”સાઇનાએ માથું હામાં ધુણાવ્યું.“મતલબ કે જીદને આપણી કંપનીમાં લાવવી એ એક સમજી વિચારેલી ચાલ હતી?”સાઇનાએ ફરી માથું ધુણાવ્યું. “હા”“અને આજે આપણી સાથે આ, જે કંઈ થઈ રહ્યું છે. તેની જિમ્મેદાર હું છું?”