પરંપરા કે પ્રગતિ? - 26

  • 338
  • 122

આગળ આપણે જોયું તેમ, જાનકી આરામ કરવા જાય છે અને પ્રિયા બીજાના પ્રેઝન્ટેશન જોઈ રહી છે.જેન્સી પ્લેનમાં મિસ્ટર ધનરાજ સાથે વાત કરી રહી હોય છે.મિસ્ટર ધનરાજ પૂછે છે, "બોલ, શું છે તારી શરતો?"જેન્સી કહે છે, "એવું કંઈ ખાસ નથી, માત્ર હું તે ઘરમાં તમારી સાથે નહીં રહી શકું. મારા મમ્મી જૂના વિચારોના છે એટલે બીજે ગમે ત્યાં ઘર કે ફ્લેટમાં હું અલગ રહીશ. ક્યાંક નજીકમાં મળી જાય તો વધારે સારું, જેથી હું મિસ્ટર જાનનું ધ્યાન રાખી શકું. બીજું, મારા મમ્મીને આ વાતની જાણ ન થવી જોઈએ. તેમને ખાલી એટલું જ કહેવામાં આવે કે હું એક હોસ્પિટલમાં ટેમ્પરરી જોબ કરી રહી