મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 30

  • 332
  • 1
  • 114

ગામમાં શોક જેવું વાતાવરણ હતું. જાણે ઘરે ઘરેથી મૈયત ઉઠી હોય એવું જ.  ભારે ગમગીનીભર્યા બોજીલ આવરણ નીચે આખું ગામ દબાઈ ગયું હતું. રસ્તે આવ જા કરતાં લોકો પણ એકબીજાને કશું પૂછતાં નહોતા કે નહોતા એકબીજા સામે જોતા. જે લોકો આ સ્કીમથી દૂર રહી શક્યા હતા એવા બહુ ઓછા હતા. છતાં એ લોકો ખુશ થવાને બદલે જેમણે પૈસા ગુમાવ્યા હતા એ લોકો પ્રત્યે સહાનુભૂતિ રાખી રહ્યા હતા. 'અમને તો ખબર જ હતી, અમે તો કીધું જ હતું..આવામાં કોઈ દિવસ ન પડાય, અલ્યા હજી તો ફેક્ટરીનું કંઈ ઠેકાણું નથી ને ભાવ શેનો વધે? મને તો પહેલેથી જ શંકા હતી...!' વગેરે વગેરે બોલીને