કાળી અંધારી રાત થઈ ચુકી હતી. સોમનાથના લોકો દરિયાના ઘુઘવાટા મોજાંઓનાં અવાજો સાથે મીઠી નિંદરમાં ગરકાવ થવાની તૈયારીમાં હતાં. ટેન્શન મુક્ત રહેનાર લોકો તો નિંદર સાથે દોસ્તી કરી પણ લીધી હતી. આ સોમનાથમાં આવેલાં નાના મોટાં ઘરોમાં પ્રવિણનું ઘર હજું ચિંતાઓથી ઘેરાઈને જાગી રહ્યું હતું. હેતલ તેનાં રૂમમાં રવિનો હાથ પકડીને સવારથી તેની અને વત્સલ સાથે બનેલી ઘટનાનું વર્ણન કરીને રવિને અલગ થવાં માટે ઉશ્કેરી રહી હતી, તો બીજી તરફ પ્રવિણ તેના રૂમમાં પારુલનાં પૂછાયેલાં સવાલ સામે એક નવો સવાલ પારુલ સામે લાવીને ઊભો કરી દીધો."મે તને જે સવાલ પૂછ્યો એ જ તારાં સવાલનો જવાબ છે. જો તું મારાં એ