રેડહેટ-સ્ટોરી એક હેકરની - 51

      રેડ હેટ:સ્ટોરી એક હેકરની      પ્રકરણ:51       સૂર્યા ગેલેરીમાં ઉભા ઉભા કોઈ રણનીતી ઘડી રહ્યો હતો.ઊર્મિ તે જ સમયે ત્યાં આવે છે.સૂર્યાને આ રીતે જોઈ તે કોઈ પણ શબ્દ બોલ્યા વગર ત્યાં જ ઉભી રહી જાય છે.તે થોડીવાર સૂર્યાનું નિરીક્ષણ કરે છે.તેનું ધ્યાન જંગલ તરફ હતું.તે કંઈક ઊંડા વિચારોમાં હોય એવું લાગી રહ્યું હતું.સૂર્યાનું ધ્યાન એકદમ સ્થિર હતું.તેના બન્ને હાથ રેલિંગ પર હતા.બહારના પવનમાં તેના વાળ હવામાં લહેરાતા હતા.તે અચાનક પાછળ ફર્યો.તેને ઊર્મિને ત્યાં જોઈ.તે સહેજ સહજ થયો અને બોલ્યો. "અરે તું અહીંયા,સોરી હું કાલના વિચારમાં હતો."         "ડોન્ટ વરી સૂર્યા બધું ઠીક