રેડહેટ-સ્ટોરી એક હેકરની - 50

      રેડ હેટ:સ્ટોરી એક હેકરની      પ્રકરણ:50      સ્થળ:જેલ બંગલો          જ્યારે જીનું ઊર્મિને લઈને આવ્યો ત્યારે વિક્રમને સાથે આરવ તથા રિયા સાથે નિકળી રહ્યો હતો.તેને જોઈ તે થોડો સમય રોકાયા હતા.ઉર્મિએ કોઈની સાથે વાત કર્યા વગર શાંતીથી બેસવા માંગતી હતી.જીનુંએ તેને એક રૂમમાં બેસાડી હતી.તેના થોડા સમય પછી સૂર્યા અને માસ્ટર સાથે સમીર,શ્વેતા અને કિંજલ આવ્યા હતા.સૂર્યાએ બધાને હકીકત કહી હતી.તે સાંભળી લગભગ બધાના મોતિયા મરી ગયા હતા.         "હું તેની સાથે વાત કરીશ"સૂર્યાએ માસ્ટર તરફ જોઈને કહ્યું.          "ઠીક છે હું ને સમીર તારી સાથે આવીએ છીએ"