રેડહેટ-સ્ટોરી એક હેકરની - 49

  • 230
  • 86

        રેડ હેટ:સ્ટોરી એક હેકરની        પ્રકરણ:49         કિંજલ આ જોઈ સ્તબ્ધ હતી.તેને આવી કોઈ આશા નહોતી.તેને તો મનોમન એ જ વિચારી લીધું હતું કે જરૂર તે કોઈ કાવતરાનો શિકાર થઈ રહ્યા છે,પણ તેના માટે સૂર્યાને સમજાવવો સહેલી વાત નહોતી. સૂર્યા કોઈ પણ લઘુતાના ભાવ વગર સોફા પર બેઠો હતો પણ કિંજલ એમ કરી શકી નહોતી.આ જોઈ સૂર્યાએ તેને બેસવા ઈશારો કર્યો હતો.તે ખ્યાલોની દુનિયામાંથી પાછી ફરી હતી.તે સૂર્યાની બાજુમાં કઈક સંકોચથી બેસી.          "દાદા આ શ્વેતા મેડમ?" સૂર્યાએ શ્વેતામેમ તરત જોઈને કહ્યું.         "હા,શ્વેતા.મેં તને કહ્યું હતું