રેડ હેટ:સ્ટોરી એક હેકરની પ્રકરણ:48 સૂર્યાની ગાડી અત્યારે જંગલના રસ્તે ખૂબ શાંતિથી ચાલી રહી હતી.સૂર્યા કિંજલનું મૂડ ઠીક કરવાની કોશિશ કરી રહ્યો હતો. "કિંજલ યાર રિલેક્સ,આટલું ટેનશન લેવાની જરૂર નથી" "અરે સૂર્યા અત્યારે મને પોતાને ખબર નથી કે હું કોણ છું અને તું ટેંશન ન લેવાની વાત કરે છો." કિંજલે કહ્યું. "અરે કિંજલ મારી જિંદગીમાં તો આવી પળો ઘણીવાર આવી છે.સમય સાથે બધું ઠીક થઈ જાય છે" "આઈ નો,પણ.."કિંજલ કઈ બોલે એ પહેલાં જ એક ગોળી ચાલવાનો અવાજ આવ્યો.આ સાથે જ સૂર્યાએ એક જોરદાર બ્રેક