રેડ હેટ:સ્ટોરી એક હેકરની પ્રકરણ:44 માસ્ટરે ગાડી એક બાંગલાની સામે ઉભી રાખી.બંગલામાં કોઈ માણસ દેખાઈ રહ્યો નહોતો.માસ્ટરે પહેલા સમીર તરફ જોયું અને પછી સૂર્યા તરફ જોયું અને બોલ્યા "આ તે જ બંગલો છે લગભગ આખી ગેંગ અહીં જ છે અને કદાચ ઊર્મિ પણ." "બાંગલાની બહાર તો કોઈ દેખાતું નથી." સમીરે કહ્યું "હા પણ મને લાગે છે કે દરવાજાની બહાર હશે." "ઓકે સો હું અહીના સીસીટીવી થોડીવાર માટે ફ્રીઝ કરી દવ છું" સૂર્યાએ લેપટોપ કાઢ્યું.તેનું કાલી ટર્મિનલ ખોલ્યું અને વીજળીવેગે તેની આંગળીઓ લેપટોપ પર ફરવા લાગી.સમીર