રેડહેટ-સ્ટોરી એક હેકરની - 43

        રેડ હેટ:સ્ટોરી એક હેકરની        પ્રકરણ:43     સૂર્યા માસ્ટરની રાહ જોઈ કોમ્પ્યુટર્સની સામે બેઠો હતો.તે જે રૂમમાં બેઠો હતો તેમાં માસ્ટર,સમીર અને સૂર્યા સિવાય બીજા કોઈને પણ આવવાની અનુમતિ નહોતી.તેનો ચોવીસ કલાક પહેરો ત્રણ સિક્યોરિટી વારાફરતી કરતા.તેની સાફસફાઈ પણ તે સિક્યોરિટી જ કરતા.તે રૂમમાં ફાઈવ સ્ક્રીન કોમ્પ્યુટર લાગેલુ હતું.તે રૂમ ઘણો આલીશાન હતો.        માસ્ટર રૂમમાં પ્રવેશ્યા.તે સૂર્યાની બાજુમાં જઈને બેઠા.તેમને સૂર્યા સામે ખુરશી કરી અને કહ્યું "સૂર્યા ધ્યાનથી સાંભળ તને ખબર છે આ એસેમ્બલી પાસે અત્યારે કેટલા રૂપિયા છે?"        "હા માસ્ટરના પદ માટે જ્યારે કોમ્પિટિશન થઈ ત્યારે ઘણા લોકો