રેડ હેટ:સ્ટોરી એક હેકરની પ્રકરણ:42 સૂર્યા સમીર તરફ જોઈ રહ્યો.તે વાત ક્યાંથી શરૂ કરવી તેની મૂંઝવણમાં હતો.તેને સૂર્યા સામે જોઇને એક લાંબા વિચાર પછી કહ્યું "જો સૂર્યા આ કિટુ ભલે તને કોઈ સાદા પ્રોફેસર જેવો લાગતો હોય પણ આ કોઈ નાની હસ્તી નથી.કેશવને ગયા વર્ષે જ નોબેલ પ્રાઈઝ મળ્યો છે.તેને સુપરકેમિકલ ઇન હ્યુમન્સ માટે આ સન્માસ મળ્યું છે.હકીકતમાં તેને ઘણા એવા કેમિકલ્સ બનાવ્યા છે જે લોકોને કઈક સુપરહ્યુમન્સ જેવા પાવર આપે છે.તેને જે સેમ્પલ કમિટી સામે બતાવ્યા હતા તે તો ફક્ત કોઈને કેલ્ક્યુલેટર જેવો તો કોઈને ઘણું દૂર જોઈ શકાય તેવા