રેડહેટ-સ્ટોરી એક હેકરની - 41

      રેડ હેટ:સ્ટોરી એક હેકરની      પ્રકરણ:41             બીજે દિવસે એસેમ્બલીનો માહોલ કઈક અલગ જ હતો. લગભગ આખી એસેમ્બલી કોઈ દુલહનની જેમ સજાવેલી હતી.ફુગ્ગા અને રીબીનથી આખી એસેમ્બલી સજાવેલી હતી.ખાસ કરીને જગ્યાએ જગ્યાએ સફેદ ટોપીઓથી કરેલું ડેકોરેશન ધ્યાન ખેંચતુ હતું.ચારેય તરફ અલગ અલગ છોડથી એસેમ્બલીને સજાવવામાં આવી હતી.જગ્યાએ જગ્યાએ સ્ટોલ લગાવવામાં આવ્યા હતા,ત્યાં કોઈ પીરસનાર ન હતું.બધી જ સેલ્ફ સર્વિસ હતી.આજે વાતાવરણ રોજ કરતા સહેજ ગરમ હતું.વાતાવરણનો ભેજ સહેજ ઓછો થયો હતો,ઝાકળ ન હતો અને સૂરજની સોનેરી કિરણમાં બરફ ચમકી રહ્યો હતો.તેની સાથે એસેમ્બલી આસપાસ ઘણી ગાડીઓની અવરજવર પણ હતી.અત્યારે બહાર બોડીગાર્ડ પણ