રેડ હેટ:સ્ટોરી એક હેકરની પ્રકરણ:39 સાઇબરકેફેમાં લગભગ કોઈ નહોતું.લગભગ બધા ઘટનાસ્થળ તરફ ભાગ્યા હતા.દુકાનદારે કેફે બંધ કરવાની તસ્દી પણ લીધી નહોતી.સમીરે કૉમ્પ્યુટર્સ ઓન કર્યા.એ થર્ડ જનરેશન કોમ્પ્યુટર અને ઉપરથી સેંકેન્ડહેન્ડ તેમાં ફોટરન ચલાવવી એક ખૂબ જહેમદનું કામ હતું.અનિરુદ્ધ કોમ્પ્યુટર પર બેઠો અને સાથે જ તેને જેટલી જલ્દી બને એટલી જલ્દી તેમાં ટર્મિનેટર ઇન્સ્ટોલ કર્યું.અનિરુદ્ધએ કામ કરવાનું શરૂ કર્યું.બહારનો અવાજ અને લોકોની ચીસો સંભળાઈ રહી હતી.લોકો એક સાથે તે વિસ્તાર ખાલી કરવાના લીધે ત્યાં ટ્રાફિક જામ થયું હતું. અનિરુદ્ધે લગભગ દસજ મિનિટમાં આખા એરિયાનું નેટવર્ક જામ કરી દીધું હતું. આ તરફ બૉમ્બસ્કોડ આવી