રેડહેટ-સ્ટોરી એક હેકરની - 37

    રેડ હેટ:સ્ટોરી એક હેકરની    પ્રકરણ:37              સાંજના વારુ બાદ બ્રહ્મભટ્ટે સૂર્યાને એક રૂમમાં સેટી પર બેસાડ્યો હતો.બ્રહ્મભટ્ટ એક વિશાળ કાયાના માલિક હતા.તેમનો વજન એસી કિલોથી ઓછો નહીં હોય પણ તે ચરબીનો નહીં પણ મસલ્સનો વજન હતો.તેમનું શરીર ખૂબ ચુસ્ત હતું.તેમને ગળામાં એક રુદ્રાક્ષની માળા પહેરી હતી.તેઓને શર્ટ કરતા ટીશર્ટ વધારે ઓપતા હતા.તેમનું નાક અનિયારું હતું.જે સૂર્યા સાથે કાફી હદે મળતું હતું.આંખ સપ્રમાણ અને ગાલ થોડા બહારની બાજુ ઉપસેલા હતા.હોઠો પર કાયમ રમતું સ્મિત આજે થોડું ફિક્કું પડ્યું હતું. તેઓ તેની સામે એક ખુરશીમાં બેઠા હતા.બ્રહ્મભટ્ટે કહ્યું "સૂર્યા તારે હેકિંગ શીખવું છે?"