રેડ હેટ:સ્ટોરી એક હેકરની પ્રકરણ:36 સ્થળ:સૂર્યાનો બંગલો સમય: બપોરના બાર સૂર્યાના કોમ્પ્યુટર વાળા રૂમમાં ખુરશીની ગોઠવણ કઈક આ મુજબ હતી.ચાર ખુરશી કોમ્પ્યુટરની સામે રૂમની મધ્યમાં મુકાઈ હતી. તેમાં કિંજલ,આરવ,રિયા અને ઈન્સ્પેકર વિક્રમ બેઠા હતા.સામેની તરફ તે કોમ્પ્યુટરના કાટખૂણે એક એક બન્ને તરફ ખુરશી હતી તેમાં સૂર્યા અને ગુરુ બેઠા હતા.સૂર્યાએ મુખ્ય કોમ્પ્યુટર ઓન કર્યા બાદ સામાન્ય રીતે પાંચેય સ્ક્રીન પર અલગ અલગ કામ ચલતા પણ આજે તેને એ સ્ક્રીનને એક કરી અને તે એક સિનેમાની સ્ક્રીન જેવું બની ગયું.તેમાં એક ફોલ્ડર ખોલ્યું અને બોલ્યો "સો હું મારી વાત બધાને કહેવામાં