રેડ હેટ:સ્ટોરી એક હેકરની પ્રકરણ:35 સૂર્યા,કિંજલ,રિયા,ગુરુ અને આરવ કોર્ટના મુખ્ય દરવાજે પહોંચ્યા.વિક્રમ તેમનાથી થોડા છૂટા પડ્યા હતા જેથી લોકોને કોઈ વધુ શક ન જાય.સૂર્યાની નજર અત્યારે કશુંક શોધી રહી હતી અને તેની તપાસ પગથિયાની પાસે જઈ અટકી ત્યાં એડવોકેટ પી.પી.દેસાઈ ઊભા હતા અને સાથે જ તેમની બાજુમાં બીજા બે લોકો ઊભા હતા.સૂર્યા તેમની પાસે ગયો અને કહ્યું "ગુડ મોર્નંગ મી.દેસાઈ.." "ઓહ ગુડ મોર્નિંગ સૂર્યા હું તારી જ રાહ જોતો હતો,તમે બન્ને જાવ હું તમને કોર્ટના આ સેશન પછી મળી લઈશ" દેસાઈએ સાથે ઉભેલા બે વ્યક્તિને જોઈને