રેડ હેટ:સ્ટોરી એક હેકરની પ્રકરણ:34 સ્થળ: ન્યાય મંદિર,તારાપુર સમય: સવારના સાડા નવ કોર્ટની સામેની બાજુ આવેલ નાના પાર્કમાં કિંજલ આમથી આમ આંટાફેરા મારતી ઘડિયાળમાં જોઈ રહી હતી.આખું ગ્રાઉન્ડ ખાલી હતું ફક્ત સામેના બાકળા પર રિયા અને આરવ બેઠા હતા.જેઓ પુરી વાતથી અજાણ હતા પણ કિંજલે જે રીતે સૂર્યા સાથે વાત કરી હતી તે પરથી કળી શકાતું હતું કે વાત ખૂબ ગંભીર છે. "અરે યાર કિંજલ તું બેસી જા તને જોઈને મને ચક્કર આવી ગયા" રિયાએ કહ્યું. કિંજલ કાઈ જવાબ આપે એ પહેલાં એક કારનો અવાજ આવ્યો.એક ગાડી