રેડહેટ-સ્ટોરી એક હેકરની - 33

     રેડ હેટ:સ્ટોરી એક હેકરની     પ્રકરણ:33      "જો છોકરા ચાલાકી કરવાની જરૂર નથી એમ પણ હું તારી આ ગોળીથી નથી ડરતો મરશું તો બન્ને સાથે" રોકીએ કહ્યું          સૂર્યા જાણતો હતો કે જો તે ગોળી ચલાવશે તો સામેથી રોકી ગોળી ચલાવ્યા વગર રહેશે નહીં.જો તે મૃત્યુથી ડરતો હોય તો આટલી આસાનીથી રેડહેટના સિક્રેટ વિશે કહે નહિ.આવડી મોટી ગેંગના સિક્રેટ આટલી આસાનીથી કહેવાનો મતલબ શુ થાય છે તે પોતે જાણતો હતો. તેને જરૂર કોઈ આફ્રિકાના જંગલ વચ્ચે ગીધ અને દીપડા માટે અથવા રશિયાના કોઈ ઠંડા નર્ક સમા પહાડો પર મરવા માટે મૂકી દેવામાં આવે, અને