રેડ હેટ: સ્ટોરી એક હેકરની પ્રકરણ:31 ચારેય ક્લાસરૂમમાં પહોંચ્યા બાદ તેમની નિયમિત જગ્યાએ બેઠા એક પછી એક લેક્ચર જતા ગયા પણ કિંજલનું તેમાંથી એકેયમાં ધ્યાન નહોતું.તેના મનમાં ખળભળાટ હતો,તેને સૂર્યા પાસે ગન હતી તે વાત આશ્ચર્યજનક લાગી હતી.જો કે અમીર વ્યક્તિઓના બાળકો જ્યારે તેમનાથી બે અઢી હજાર કિલોમીટર દૂર રહેતા હોય અને ઉપરથી તારાપુર જેવું કુખ્યાત શહેર તેમાં એ કોઈ મોટી નવાઈની વાત નહોતી. એક એકવાર તેની પોતાની મમ્મીએ પણ તેને ગન સાથે રાખવા સમજાવી હતી પણ તેને કોઈ હથિયાર સાથે રાખી ફરવું ગમતું નહીં.કિંજલ એક પછી એક ધારણા બાંધતી ગઈ