રેડ હેટ:સ્ટોરી એક હેકરની પ્રકરણ:30 "દોસ્તો હોસ્પિટલે પહોંચે તેવા ન થાય ત્યાં સુધી ચારેયમાંથી એકેયને મુકતા નહીં" પ્રકાશે તાળુકતા કહ્યું. "એય એય તમારે જે કરવું હોય તે કેન્ટીનથી બહાર જઈને" મુનાભાઈ કિચનમાંથી દોડતા દોડતા આવ્યા અને બોલ્યા. "જો મુનાભાઈ તમારી ઉંમરનો અમે રિયાઝ કરીયે છીએ.કૃપા કરીને કિચનમાં અંદર જતા રહો,અમે હવે રાહ નહિ જોઈએ.તમારી જે કાંઈ વસ્તુનું નુકસાન થશે તેની ભરપાઈ હું કરી દઈશ.સો પ્લીઝ અંદર જતા રહો" પ્રકાશે હાથના ઈશારાથી કહ્યું. મુનાભાઈ જાણતા હતા કે આ ગુંડા જેવો પ્રકાશ કોઈનું સાંભળશે નહીં એટલે સૂર્યા માટે દુઆ માંગતા