રેડહેટ-સ્ટોરી એક હેકરની - 29

(21)
  • 498
  • 238

   રેડ હેટ: સ્ટોરી એક હેકરની   પ્રકરણ:29       "શુ કરે છો ગુરુ?"સૂર્યાએ પ્રવેશતાની સાથે જ એક ખુરશી તરફ અગ્રેસર થતા કહ્યું.       "તારાપુરનું પોલીસ ખાતું ચેક કરું છું" ગુરુએ સ્ક્રીનપર જ નજર રાખતા કહ્યું.       "એ મેં ઓલરેડી કર્યું છે તેમાં ઇન્સ્પેક્ટર અજય સિવાય મને કોઈ શંકાસ્પદ લાગ્યું નહીં" સૂર્યાએ કહ્યું.      "તો તે અજયને ઉઠાવીએ" ગુરુએ કહ્યું.      "મેં પણ એ જોયું પણ તે ફક્ત થોડા પૈસા માટે કેસો બંધ કરે છે તેનાથી વિશેષ તે કશું જણાવી શકશે નહીં તેની મને ખાતરી છે" સૂર્યાએ કહ્યું      "પણ તેની પાસે રેડહેટ ગેંગના નંબર્સ છે