રેડહેટ-સ્ટોરી એક હેકરની - 26

(55)
  • 520
  • 268

     રેડ હેટ:સ્ટોરી એક હેકરની     પ્રકરણ:26     "વેલકમ ભૈયા" ગુરુએ સૂર્યાને અંદર આવતા જ કહ્યું અને દોડીને સૂર્યાને ભેટી પડ્યો.    "ઓહ ગુરુ ઘણા સમય પછી મળીને આનંદ થયો" સૂર્યાએ કહ્યું.    ગુરુની ઉચ્ચાઈ અવગણી શકાય એટલી નીચી હતી અને વજનમાં પણ ખાસ્સો ફરક ન હતો.સૂર્યા મોટાભાગે રશિયામાં રહેલો હોવાથી ફેર સ્કિન હતી,જ્યારે ગુરુ પણ રશિયા માં ઘણા સમય રહ્યો હતો છતાં ત્યાંના મોસમેં તેના પર અસર કરી ન હતી તેની ચામડી ગોરી પ્રભા વાળી ઘઉંવર્ણી હતી.તેની આંખો પ્રમાણમાં નાની હતી અને નાક ચપટું હતું. તેની નેણ પ્રમાણમાં આછી હતી અને પાંપણો થોડી લાંબી હતી.તેના મોઢા નીચે એક