રેડ હેટ:સ્ટોરી એક હેકરની પ્રકરણ:25 બીજે દિવસે સવારે જ્યારે સૂર્યાની આંખ ખુલી ત્યારે ચાર વાગ્યાનો સમય થઈ રહ્યો હતો.આ સૂર્યાનો ઉઠવાનો નોર્મલ સમય હતો.જો કે ઘણીવાર રાત્રે કામ રહેતું તો ઉઠવામાં વહેલું મોડું થઈ જતું પણ તે બને તેટલું વહેલું ઉઠવાની કોશીશ કરતો.તે ઉભો થયો તેની દૈનિક ક્રિયાઓ પતાવી સ્નાન કરીને બહાર બાલ્કનીમાં આવ્યો તેને નભને જોયું વાતાવરણ એકદમ ચોખ્ખું હતું.જંગલ વિસ્તાર હોવાથી હવા એકદમ શુદ્ધ હતી એટલે આકાશના અનગીનત તારા દેખાઈ રહ્યા હતા સૂર્યા બે મિનિટ આ દ્રશ્યને જોઈ રહ્યો.તેને અચાનક કસેનિયા યાદ આવી તેને છેલ્લી વખત જોઈ તેને પણ આઠ નવ વર્ષ થઈ