રેડ હેટ:સ્ટોરી એક હેકરની પ્રકરણ: 24 એક આલીશાન ઓફીસમાં લાલ પ્રકાશ ફેલાયેલો હતો.તે પ્રકાશ ખૂબ આછો હતો કેમકે તે ફકત ટેબલલેમ્પમાંથી આવી રહ્યો હતો. તેની વ્યવસ્થાએ રીતે કરવામાં આવી હતી કે ટેબલ પર પડેલી વસ્તુ તે લાલ પ્રકાશમાં સ્પષ્ટ દેખાઈ રહી હતી,પરંતુ બીજે બધે લગભગ અંધારું હતું.તે રૂમ પ્રમાણમાં મોટો હતો.તે રૂમની એક તરફ કોમ્પ્યુર રાખવામાં આવ્યું હતું અને બીજી તરફ થોડીક ફાઈલો અને બુકો હતી.વચ્ચે એક ટેબલ હતું અને ત્યાં એક સોફાવાળી ખુરશી હતી અને સામેની બાજુ ત્રણ સાદી ખુરશી પડી હતી.તે રૂમ એ.સીની હવાથી ખૂબ ઠંડો હતો. તે રૂમના