રેડ હેટ:સ્ટોરી એક હેકરની પ્રકરણ:23 સૂર્યાએ વધેલી ચા પુરી કરી અને મનુકાકાને મેસેજ કર્યો હતો.સૂર્યાને થોડીવાર રાહ જોવા સિવાય બીજો કોઈ ઓપશન ન હતો.તેને કેફે તરફ નજર નાખી.બપોરના સમયે મોટાભાગના ટેબલ ખાલી હોય છે.આજે પણ કંઈક એવું જ થયું.ખૂબ ઓછા લોકો અત્યારે કેફેમાં હતા.તેમાંથી ખૂણાના ટેબલ પર બેઠેલા ત્રણ ચાર છોકરાઓ તેની જ કોલેજના હતા તે બેઠા બેઠા વાતું કરી રહ્યા હતા.બીજા એક ટેબલ પર એક નવયુવાન કપલ બેઠું હતું અને ખૂબ જીણા અવાજે વાતું કરી રહ્યું હતું. એક ટેબલ પર કોઈક છોકરી એકલી જ બેઠી હતી.સૂર્યાને થયું કે તે ક્યારની તેની