રેડહેટ-સ્ટોરી એક હેકરની - 22

  • 94

        રેડ હેટ:સ્ટોરી એક હેકરની        પ્રકરણ:22         સૂરજ માથા પર ચડ્યો હતો.કાલના વરસાદ બાદ પણ આજે વાતાવરણ ખુશનુમા હતું.આકાશ એકદમ ચોખ્ખું હતું ક્યાંક કોઈક નાનું વાદળ પવન સાથે જઈ રહ્યું હતું અને પવન પ્રમાણમાં થોડો વધારે હતો.કિંજલના નીકળ્યા બાદ તે ગેટ પર ગયો અને જીનુંની રાહ જોતો ઉભો રહ્યો.હજી પોલીશસ્ટેશનનેથી કોઈ આવ્યુ ન હતું.કોલેજ કેમ્પસમાંથી વિદ્યાર્થીઓની ભીડ ઓછી થતી જતી હતી અને કેમ્પસ ધીરે ધીરે ખાલી થતું જતું હતું.           તે થોડીવાર ત્યાં ઉભો રહ્યો ત્યાં મનુકાકા અને જિનું પહોંચ્યા.મનુકાકા હંમેશની જેમ ગાડીમાંથી ઉતર્યા વગર અંદર જ બેસી રહ્યા.જીનું