રેડહેટ-સ્ટોરી એક હેકરની - 20

  • 312
  • 118

     રેડ હેટ:સ્ટોરી એક હેકરની     પ્રકરણ:20         સૂર્યા ગાડીમાં બેસીને ભાગતા તારાપુરને નિહાળી રહ્યો હતો.તેને ઘણીવાર થતું કે આ લોકોની જિંદગી કેટલી સરળ હશે ને? કોઈ વધારાની ચિંતા વગર જ પરિવાર સાથે રહી શકે છે.ઘણા નસીબવંતા છે ને તે લોકો? આવું જ્યારે તેને થયું ત્યારે તેને દાદાના શબ્દો યાદ આવ્યાં કે 'તું ખરેખર નસીબદાર છો,કે તને દેશની સાથે પુરી દુનિયાની મદદ કરવાનો મોકો મળ્યો છે અને ભગવાને એ આવડત તારામાં મૂકી છે.'            સૂર્યાના માનસપટલ પરથી એ વિચારો હજી ખસ્યા ન ખસ્યા ત્યાં જ કિંજલનો વિચાર અચાનક થવા લાગ્યો.તે કિંજલને ફરી એકવાર