રેડહેટ-સ્ટોરી એક હેકરની - 18

     રેડ હેટ:સ્ટોરી એક હેકરની     પ્રકરણ:18        જીનું પોલીસસ્ટેશને પહોંચે છે અને અંદર કોઈ અફસરની માફક જાય છે.તે અંદર પહોંચીને સબઇન્સ્પેક્ટરના ટેબલ પાસે જઈને ઉભો રહે છે.ત્યાં હાજર બધા લોકો આવા ખડતલ વ્યક્તિને બે પળ તો અપલક દ્રષ્ટિએ જોઈ રહે છે. સબ ઈન્સ્પેકર પણ થોડીવાર માટે તેની સામે જ જોઈ રહે છે જીનું કોઈ કમાન્ડો કરતા ઓછો નહોતો લાગી રહ્યો.સબ ઇન્સ્પેક્ટરે તેને ઉપરથી નીચે સુધી જોયો અને પછી કહ્યું "જી બોલો કોનું કામ છે?"       "જી હું કમિશનરની ઓફીસ માંથી આવું છું" જીનુંએ રૂઆબદાર સ્વરે કહ્યું.       સબ ઇન્સ્પેક્ટર થોડીવાર તેની સામે જ જોઈ