રેડ હેટ:સ્ટોરી એક હેકરની પ્રકરણ:17 રાકેશે ટ્રિગર દબાવ્યું સાથેજ એક બીજો ધડાકો પણ થયો,અને રાકેશના હાથમાંથી ગન છટકી,પણ એ પહેલાં તે ટ્રિગર દબાવી ચુક્યો હતો.પણ તે નિશાનો ચુકી ગયો હતો.ગોળી વિક્રમના કપાળની જગ્યાએ ખભાને અડીને નીકળી હતી.ત્યાંથી લોહી ખૂબ ઝડપથી વહેવાનું શરૂ થયું હતું.વિક્રમને હવે આજુબાજુ શુ ચાલી રહ્યું છે તેનું પૂરું ભાન નહોતું. રાકેશ પર જેને ગોળી ચલાવી હતી તે સૂર્યા હતો.અત્યારે તે નિખિલના વેશમાં હતો.તે ગોળી રાકેશના અંગુઠા પર વાગી હતી.રાકેશ હજી વધારે કાઈ વિચારે તે પહેલાં જ તેને બીજી ગોળી તેના પગ પર મારી હતી