રેડહેટ-સ્ટોરી એક હેકરની - 16

     રેડ હેટ:સ્ટોરી એક હેકરની     પ્રકરણ:16     સૂર્યાનું મગજ ચકરાવે ચડ્યું હતું.આમ તો તેનું પ્લાનિગ એકદમ પરફેક્ટ હતું.તેમ છતાં તેને કોઈ આત્મસ્ફૂરણા થઈ રહી હતી કે કઈક બરાબર નથી થવાનું.તેને અચાનક વિક્રમ પાસે જવાનું મન થઇ રહ્યું હતું.તેને ઘણીવાર આવી ગટ ફીલિંગ થયેલી અને મોટાભાગે તે સાચી નીવડતી.તે કોઈ રિસ્ક નહોતો લેવા માંગતો તેને વિક્રમ પાસે જવું હતું. પણ જ્યાં સુધી તે કિંજલ સાથે હતી તે શકય નહોતું.         "ઓય કયા વિચારોમાં ખોવાઈ ગયો ચાલ બહાર બેસીએ બીજા લેક્ચર સુધી" કિંજલે કહ્યું.         "હા યાર બેસીએ પણ મારે અત્યારે એક કામ છે તો...." સૂર્યાએ