રેડહેટ-સ્ટોરી એક હેકરની - 13

     રેડ હેટ: સ્ટોરી એક હેકરની     પ્રકરણ: 13         રાકેશ તેની ઓફિસમાં બેઠો હતો. હજી થોડીવાર પહેલા જ તે બાબુ અને મોહનના ઘરેથી આવ્યો હતો.તેના ઘરવાળાનું કહેવું હતું કે તે રોજની માફક જ ઘરથી કોલેજ જવા નિકળ્યા હતા. રાકેશ ને ખબર હતી કે તેના ઘરવાળાને જરૂર અજુગતું લાગ્યું હશે એક પ્રોફેસર કેમ એક નોકર જેવા વ્યક્તિની આટલી કાળજી લે છે પણ રાકેશને તેનાથી કોઈ મતલબ ન હતો.તેને તો એટલી ખબર હતી કે જો રાજુ મોહન ન મળ્યા તો આગલો વારો તેનો હતો. રાકેશે તેના ઘરવાળાને પોલીસ ફરિયાદનું સૂચવ્યું હતું.રાકેશ જાણતો હતો કે તેઓ જે કામ કરી