રેડ હેટ:સ્ટોરી એક હેકરની પ્રકરણ:9સ્થળ:- કે.પી કોલેજનું કેન્ટીન સમય: 8:15 AM "ઓહ આજે આને સમોસા બનાવવામાં બહુ વાર લગાડી" આરવે કહ્યું "હા યાર ભીડ પણ રોજ કરતા ઓછી છે તેમ છતાં"કિંજલે ઉમેર્યું "તમારે શુ જલ્દી છે?" સૂર્યાએ કહ્યું "અરે યાર જલ્દી તો નહીં પણ ભૂખ લાગી છે" રિયાએ પેટ પર હાથ મુકતા કહ્યું. થોડીવાર થઈ એટલે કેન્ટીનનો મુખ્યા આવીને સમોસા આપી ગયો. "કેમ અંકલ આજે આટલી ‘વાર’ લાગી"તેમને જોઈ કિંજલે કહ્યું "શુ કહું દીકરી આજે