રેડહેટ-સ્ટોરી એક હેકરની - 8

  • 50

     રેડ હેટ-સ્ટોરી એક હેકરની     પ્રકરણ:8     “એને જ આપડી જેલ બનાવીશું” સૂર્યાએ એક હાસ્ય સાથે કહ્યું.             “ઓહ હું સમજી ગયો સારો વિચાર છે અને તે બંગલો પણ એક વિરાન જગ્યાએ છે કેમ કે મારા મિત્રને એકલતા પસંદ હતી એટલે તેને તે બંગલો જંગલમાં બનાવ્યો"વિક્રમે કહ્યું.      સૂર્યાના મગજમાં ફાળ પડી તેનું થયું કે વિક્રમ જે બંગલાની વાત કરી રહ્યો છે તે પોતે હાલ રહી રહ્યો છે એ તો નથી ને? તેને કન્ફર્મ કરવા વિક્રમને પૂછ્યું."ક્યાં આવેલો છે તે બંગલો?"       "તારાપુરના પશ્ચિમી જંગલમાં નદીકિનારે"વિક્રમે કહ્યું