રેડ હેટ: સ્ટોરી એક હેકરની પ્રકરણ:સાત પેલો રેકોર્ડિંગ કરવા વાળો વ્યક્તિ એક રૂમમાં બેઠો હતો અને તેની સામે પેલા બે જેને સૂર્યાનો પીછો કર્યો હતો એ લોકો હતા. રેકોર્ડિંગ કરવાવાળો વ્યક્તિ બીજું કોઈ નહીં પણ રાકેશસર હતા.જેને આજે સૂર્યાનો પહેલો લેકચર લીધો હતો તેઓ જો જાણતા હોત કે તેમની નાકમાં દમ કરનાર વ્યક્તિ તેમની જ ક્લાસમાં ભણે છે તો કદાચ તે બે ઘડી ચક્કર ખાઈ ગયા હોત! તેમની સામે જે બે વ્યક્તિ બેઠા હતા તે બન્ને કોલેજની કેન્ટીનમાં કામ કરતા હતા તે બન્નેના નામ મોહન અને બાબુ હતા. હકીકતમાં રાકેશ પહેલા