રેડ હેટ-સ્ટોરી એક હેકરની પ્રકરણ:6 સૂર્યાની એક તરફ કિંજલ બેઠી હતી તો બીજી તરફ આરવ બેઠો હતો અને ફિલ્મ રોમેન્ટિક હતી.સૂર્યાને કોઈ પણ પ્રકારની રોમેન્ટિક મુવીમાં કોઈ દિવસ કોઈ પણ ઇંટ્રેસ્ટ હતો જ નહીં પણ આજે એને એ મૂવીમાં તેને મજા આવી રહી હતી. કોઈ કોઈ વખત કિંજલનો હાથ તેના હાથને અડકી જતો ત્યારે તેને એક અદ્વિતીય આનંદની અનુભૂતિ થતી. તે તેના ભારીભરખમ કામ માંથી આજે બહાર આવી ગયો હોય એવું તેને લાગી રહ્યું હતુ.આવું તેની સાથે પહેલીવાર થયું હતું કેમ કે તેનું કામ જ એવું હતું કે તેને ચોવીસે કલાક ટેંશન રહેતું જ.આજે તેનું મગજ ખૂબ શાંતિ