રેડ હેટ:સ્ટોરી એક હેકરની પ્રકરણ:5 “ જો તું મને તારી ઓળખ નહીં આપે તો હું તને મારા વિશે પણ કઈ નહિ કહું” વિક્રમે એક ચાન્સ લેતા કહ્યું. “મારે એની જરૂર નથી,હું તમારા વિશે બધું જાણું છું” સૂર્યાએ કહ્યું “એમ,તો કહે તો શું જાણે છે”વિક્રમે હાસ્યાસ્પદ ભાવે પૂછ્યું “તમે આજે સવારે સાડાસાત વાગ્યે ઉઠ્યા હતા.નવ વાગે પોલીસ સ્ટેશન માટે ગયા હતા.વચ્ચે એક કોપીશોપ પર રોકાણા હતા પછી પોલીસસ્ટેશન પર ગયા હતા.ત્યાંથી તમારા કોઈ રાહુલ નામના દોસ્તને લેવા બપોરે રેલવેસ્ટેશન પર ગયા હતા.અને હા કાલે રજા હોવાથી તમે