એકાંત - 5

  • 286
  • 109

ઘરની અંદર સવારથી પ્રવિણ અને રવિની ગેરહાજરી બાદ માહોલ ગરમ થઈ ગયો હતો. એ અસર રાતનાં જમણવાર સુધી ઘરની ચાર દિવાલોમાં નજરકેદ હતી. પારુલ અને હેતલ એકબીજાને બોલાવ્યાં વિના પ્રવિણ અને રવિની થાળીમાં જમવાનું પીરસી રહ્યાં હતાં. પ્રવિણ રવિની વાત સાંભળીને એક નજર પારુલ અને હેતલ પર કરી લીધી. તેઓ બન્ને મૂંગે મોઢે એકબીજાની સામે જોયાં વિના તેની અને રવિની થાળીમાં એક પછી એક જમવાનું પીરસી રહ્યાં હતાં."લાગે છે કે આજ રવિના ઓફીસની સ્ટ્રાઈક ઊડતી ઊડતી ઘર સુધી આવી ગઈ છે. અત્યારે કાંઈ બોલવું નથી નહિતર ભૂખ્યું રહેવું જોશે." પ્રવિણ મનમાં વિચાર કરીને જમવાની શરુઆત કરી."પિતાજીએ જમી લીધુ છે?" પ્રવિણે જમવાનો