એકાંત - 4

  • 258
  • 92

પરિવારના માળાનાં પારેવડા રંગ - રૂપથી એક સરખાં ના હોય અને સ્વભાવ અને વર્તનથી પણ કદી કોઈ એક સરખાં જોવાં મળતાં નથી. દલપતદાદાના માળામા છ સભ્યોનાં પારેવડાં એમની ઉંમર પ્રમાણે નાનાં મોટાં હતાં. એ સાથે એક પારેવડું એમનાં વિચારો પરથી ઘણું નાનું પડી જતું હતું.હેતલની વાતોથી દલપતદાદાને ખૂબ દુઃખ લાગી આવ્યું હતું. તેઓ હેતલની સામે કશું બોલીને વાતને વધારવાં માંગતાં ન હતાં. આથી તેઓ વાતને ટુંકાવીને એમનાં ઊઠવા અને બેસવા માટે ફાળવેલ લીવીંગ રુમમા જતા રહ્યા.લીવીંગ રૂમમાં રહેલ એમના સિંગલ લોખંડના પલંગ પર લાકડીને બે હાથે પકડીને ધ્રૂજતા શરીર અને ધ્રૂજતી વેદના સાથે બેસી ગયા. તેઓ પલંગની સામે રહેલ દિવાલ