એકાંત - 3

  • 254
  • 84

પ્રવિણ અને વત્સલ હજુ સોમનાથ મંદિરના ત્રિવેણી ઘાટ પાસે ઊભા ઊભા વાતો કરી રહ્યા હતા. બીજા દિવસે મહાશિવરાત્રીનુ પાવન પર્વ હોવાથી ભીડ વધવા જઈ રહી હતી."વત્સલ, તું મને એ તો કહે કે, તું અહી શું કરવા આવ્યો હતો ?""અરે હા દાદાજી, આવતી કાલે મહા શિવરાત્રી છે તો દાદીજી તમને ઘરે કંઈક કામ માટે બોલાવી રહ્યાં છે. તમે આટલા વર્ષોમાં હજુ સાદો સેલફોન પણ રાખતા નથી. આથી મારે અહીં આવવું પડ્યું."વત્સલના કહેવાથી પ્રવીણને મહાશિવરાત્રીના દિવસે ઘરની સામગ્રી લેવા જવાનું યાદ આવી ગયું. દર વર્ષની જેમ મહાશિવરાત્રી પર પૂજાની સામગ્રીથી લઈને ફળાહાર લઈ આવવાની દરેક જવાબદારી પ્રવિણના હાથમા હતી.સોમનાથ મંદિર એ બાર