નિતુ : ૧૨૦ (મુલાકાત) નિતુએ દરવાજો ખોલ્યો તો સામે વિદ્યા ઉભેલી. "મેડમ! તમે અહિંયા?""હા. તારી સાથે એક અગત્યની ચર્ચા કરવા માટે આવી છું." પોતાના હાથમાં રહેલી ફાઈલ બતાવતા એ આગળ બોલી, "આઈ થિન્ક કે આ ફાઈલ તો તે જોઈ જ હશે!""હા. જોઈ છે." ગંભીરતાથી એ બોલી.વિદ્યા અંદર આવી, નિતુ એની પાછળ પાછળ. બંને સાથે બેઠી. ફરિયાદી બનતા એ કહેવા લાગી, "મેડમ, તમને બધી જાણ હોવા છતાં તમે મયંક સાથે કામ કરવા તૈય્યાર થઈ ગયા!""આ આજ કાલથી નથી. તે જ્યારથી ઓફિસ જોઈન કરી છે ત્યારથી મયંક મને મેઈલ મોકલે છે. મને સમજ છે કે તને કેવું ફીલ થતું હશે. તને મારે માટે