સ્મૃતિલોપ સિન્ડ્રોમ - સિલેક્ટીવલી

  • 146

હું સામે હતો… છતાં જાણે અસ્તિત્વ ન હતું. સ્મૃતિલોપ સિન્ડ્રોમ- selectively ભૂલી જવાની અનોખી કળા, અવગણવાની classy રીત. સામે ઉભેલી વ્યક્તિને જોઈ, મન ખુશ થાય … વિચાર આવે “ચાલો, મળીએ”, તમે એની તરફ આગળ વધો, પણ અનાયાસ તમારા આશ્ચર્ય વચ્ચે, એજ વ્યક્તિ તમને જોઈને આંખફેરા કરે. મોઢું ફેરવી લે... એ માણસ એની સાથે ઊભેલી બીજી વ્યક્તિને વિનાકારણ વળગી જાય, હસે, વાત કરે – એ વખતે તમારું અસ્તિત્વ જાણે એક શૂન્ય સ્થાને ધકેલાઈ જાય. એ વ્યક્તિ સાથે એક સમયે તમારો સંબંધ હોય, તમે એ વ્યક્તિ – મિત્ર હોવાનું માનતા હો, જે એ વ્યક્તિએ કોઈ દિવસ નકાર્યું ન હોય. લાગણીભર્યો કે મિત્રતાપૂર્વકનો સંબંધ  રહ્યો હોય, આજે એ વ્યક્તિ સામે જોઈને