સૈયારા- રાકેશ ઠક્કર જે ફિલ્મ 'સૈયારા’ (2025) ની હાઇપ ખાસ ન હતી એ એણે અહાન પાંડે અને અનીત પડ્ડાને રાતોરાત સ્ટાર બનાવી દીધા છે. 'સૈયારા’ એટલે તારાઓ વચ્ચે એકલો તારો, જે પોતાને બાળીને આખી દુનિયાને પ્રકાશિત કરે છે. ફિલ્મને જોનારો વર્ગ યુવા જ છે. 2025 ના બધા જ સ્ટાર કિડમાં અહાન બાજી મારી ગયો છે. એટલું જ નહીં આ વર્ષમાં વિકી કૌશલની ‘છાવા’ પછીનું બીજું સ્થાન મેળવીને અજય, આમિર અને અક્ષયકુમાર કરતાં વધુ ઓપનિંગ મેળવ્યું છે. નિર્દેશક મોહિત સૂરીએ જ્યારે બંને નવોદિતો સાથે નવી રોમેન્ટિક ડ્રામા ફિલ્મ 'સૈયારા' ની જાહેરાત કરી ત્યારે એ બહુ મહત્વની લાગી ન હતી. બંને નવોદિત આખી ફિલ્મ ખેંચી શકશે કે કેમ? એવી શંકા હતી