કિંજલ એક ધનવાન કુટુંબમાંથી આવતી છોકરી હતી. તે અત્યારે તેના મમ્મી સાથે રહેતી હતી.તેના પપ્પા રમેશભાઈનું મૃત્યુ તો 10 વર્ષ પહેલાં જ એક ભયનકર આગમાં થયું હતું.તે બાદ તેના મમ્મી જયા બહેને બધો બિઝનેસ સાંભળી લીધો હતો અને તેને એક નવી ઉંચાઈએ લઈ ગયા હતા.કિંજલને કોઈ ભાઈ નહોતો એટલે બંગલા જેવા વિશાળ ઘરમાં તે અને તેના મમ્મી બે જ રહેતા હતા.એ સિવાય જયાબહેન ને બિઝનેસમાંથી સમય ન મળતો હોવાથી નોકર ચાકર પણ બંગલામાં રહેતા હતા.જો કે તેના મમ્મી આજ સુધી તે શેનો બિઝનેસ કરે છે એ કહ્યું નહોતું.તેમનું કહેવું હતું કે જો