રવિવારની સવાર હતી,ઘરમાં શાંતિ હતી. રસોડાના ખૂણામાં દાદીમા સ્ટીલના પાટલા પર બેસીને રોટલી વણી રહી હતી. ઘૂંટણમાં દુખાવાના કારણે ઊભા રહી શકાતું નહોતું, પણ જીવનની આદતો તો શરીરથી વધારે દૃઢ હોય છે. ક્યારેક રોટલી બળી જાય, તો ક્યારેક કાચી રહી જાય — પણ હાથ રોકાતા નહોતા, દાદીમાની આંખોની અંદર અસંખ્ય સ્મૃતિઓ ઘૂમતી. તેટલામાં દાદાજી બહારથી આવ્યા. બારણું ધીમે ખોલી ઘરમાં પ્રવેશ કર્યો.“હું લાઉ થાળી?” તેમણે પૂછ્યું.દાદીમાએ થાકેલા, પણ સહજ હાસ્ય સાથે માથું હલાવ્યું. દાદાજી જમવાનું લઈને જમવા બેસ્યા— રોટલી, શાક, દાળ અને પાપડ. બંનેએ પલંગ પાસે બેઠા-બેઠા જમવાનું શરૂ કર્યું.જમતાં જમતાં દાદીમાની આંખો ભીની થઈ ગઈ.દાદાજીએ નરમ અવાજે પૂછ્યું: “રમીલા… શી વાતે