તન્વી ધ ગ્રેટ- રાકેશ ઠક્કરઅનુપમ ખેર માટે નિર્દેશન કરવાનું કામ સફળતા અપાવે એવું નથી. 2002 માં ‘ઓમ જય જગદીશ’ બનાવ્યા પછી 2025 માં તે નિર્દેશકના રૂપમાં ‘તન્વી ધ ગ્રેટ’ લઈને આવ્યા છે. એ સફળતા અપાવી શકે એવી બની નથી. એમાં કોઈ શંકા નથી કે અનુપમ અભિનેતા તરીકે ગ્રેટ જ છે ત્યારે નિર્દેશક તરીકે હજુ ઘણી બાબતો પર કામ કરવાની જરૂર છે.ફિલ્મ અનેક રીતે નબળી છે. એમણે લેખનમાં સહયોગ આપ્યો છે. પણ સારી વાર્તા અને મજબૂત કલાકારો હોવા છતાં ‘તન્વી ધ ગ્રેટ’ ના કેટલાક દ્રશ્યો ધીમા જ નહીં વધારે ખેંચાયેલા લાગે છે. બીજા ભાગમાં વાર્તાની ગતિ ધીમી પડવા સાથે પકડ નબળી પડી જાય છે. ફિલ્મની લંબાઈ દુઃખદાયક